એની લીલી ઓઢણીમાં પીળી ભાત્ય શરમાય સે,
એની લટને વાયરો વારેઘડી રમાડી જાય સે,
સોડી ને હોળમુ વરહ જાય સે...
અમથે અમથી અંગડાયુમા ઝોવનાઈ હીચોળાય સે,
વારેઘડીયે મોઢુ જોઈને અરીસાને જલસા થાય સે...
સોડીને હોળમુ વરહ જાય સે...
નિકળે ધમાધમ શેરીમાં, રસ્તો રેશમી થાય સે,
ઉચકીને હેલ્ય માથે ઈંઢોણી મેલી, કુવો હરખાય સે,
સોડીને હોળમુ વરહ જાય સે...
હરખે હરખી સાહેલીઓ હારે ગરબે રમવા જાય સે,
વાતડીયુ અણજાણ શમણાની, હથેળીયુ શણગારે સે,
સોડીને હોળમુ વરહ જાય સે...
કુંવારા અરમાનોએ પાસિકાને ભુલવાડી દીધા સે,
સોણલે આવેલ માણીગરના મીઠા રાહડા ગવાય સે,
સોડીને હોળમુ વરહ જાય સે...
...પુનીત સરખેડી
Wednesday, 10 May 2017
ગીત
Labels:
પુનીત સરખેડી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment