જરા નામ મારું લખી દે હ્રદયમાં.
જરા સ્નેહ રાખી જડી દે હ્રદયમાં
રગોમાં જ તારી સદા હું વહુ છું,
જરા હૂંફ તારી ભરી દે હૃદયમાં.
છવાયા છે વાદળ અહીં તો વ્યથાના,
જરા આ નયનથી અમી દે હૃદયમાં.
રિસાયા છે જોને અહીં શ્વાસ આજે,
જરા શ્વાસ તારા ધરી દે હૃદય માં.
તરી જાય "ક્રિતી" આ દરિયો હમેશા,
જરા વ્હાલ મૂકી સરી દે હૃદયમાં.
*-કીર્તિ રાઠોડ "ક્રિતી"*
No comments:
Post a Comment