Tuesday, 30 May 2017

ગઝલ

ના કિનારે છું ના હું મઝધારે છું.

કોઈ નવી ઊર્જાઓના સંસારે છું.

મંદિર, મસ્જિદ કે ગિરિજાઘરની વચ્ચે,

માણસમાં વસતી આતમની ધારે છું.

સાંજ પડે આંજી બેસું હું અંધારું,

બળતી શગમાં સ્પંદનના ઉદગારે છું.

પંખીના માળે ફૂટ્યા કોઈ શ્વાસો,

લીલાછમ વૃક્ષે મળતા સત્કારે છું.

કવિતા, વાર્તાઓની વાતો થઈ જૂની,

હાથે ઝાલી કલમોના વ્યવહારે છું.

-શગ

No comments:

Post a Comment