Tuesday, 30 May 2017

ગઝલ

ભાવભીની એક તક આપો મને.
શક વિનાનો એક હક આપો મને.

છે હયાતી ફકત તારા ગુણ થકી,
બસ અલખની કો' ઝલક આપો મને.

તું જ માં શ્વાસો ભરું જીવું સદા,
સાચનું એવું ફલક આપો મને.

જાપ જીવાદોર તારા તો બને,
નાદમાં એવી હલક આપો મને.

આંખડી તવ દર્શને ઘેલી થવા
ચિત્ત ચાનક ધ્યાન બક આપો મને.

-----------હેમા ઠક્કર "મસ્ત"

No comments:

Post a Comment