ના ભલે આખો ફલક આપો મને,
દ્રશ્યની નાની ઝલક આપો મને !
ના બીજા કો' દેશમાં તો વસવું છે,
મારો મનગમતો મલક આપો મને !
ક્યાં જરા ભૂલી શક્યો છું હું હજી ?
માના સ્વરની એ હલક આપો મને !
છે નસીબે તો લખી નિષ્ફળતા આ !
બસ, તમારું થોડું લક આપો મને !
હું ફરી ચાહું છું અનુભવવા જરા !
પ્રેમની થોડી કસક આપો મને !
- હેમંત મદ્રાસી
No comments:
Post a Comment