Tuesday, 30 May 2017

ગઝલ

ના ભલે આખું ફલક આપો મને,
દ્રશ્યની નાની ઝલક આપો મને !

ના બીજા કો' દેશમાં તો વસવું છે,
મારો મનગમતો મલક આપો મને !

ક્યાં જરા ભૂલી શક્યો છું  હું હજી ?
માના સ્વરની એ હલક આપો મને !

છે નસીબે તો લખી  નિષ્ફળતા આ !
બસ, તમારું થોડું લક આપો મને !

હું ફરી ચાહું છું અનુભવવા જરા !
પ્રેમની થોડી કસક આપો મને !

- હેમંત મદ્રાસી

No comments:

Post a Comment