હું અંધકારને વાગોળું છું
એટલે રાતને ચાહું છું
રાતે જિવન બદલાય
જિવનનાં ગુપ્ત રહસ્યો ઊત્પન થાય
તારી અને મારી ઊત્પતિની કથા કોઈ કહે
રાત ભરપુર ચાર કાંઠે વહે
તેના ધોધમાર પ્રવાહમાં
હર્યા ભર્યા સપનાઓનું નખ્ખોદ વળી જાય તે પહેલાં
તને ભરપુર ચાહી લઉ
તું મને ધૂત્કારે તે પહેલાં
તને ધૂત્કારવા માટે ફના થવા માંડું
એ ક્ષણે ચાહવાની કે ચાહતની હવસ સુંગંધિત થઈ જાય
વારતાના પોપટની મૂંડી માનાં જિવ ને પકડવા તું મથે
વાહિયાત ધારણાઓ બાંધે
નક્કર સત્યો સુધી પહોંચવા
તારી હથેળીમાં ધતુરાનું ફુલ ખીલે
ઘહન રાતની બિભત્સતામાં ગૂમ થતાં પહેલાં
તું આવે મરક મરક હસતી
રાતની હાજરીમાં મને આરપાર વિંધી નાખે
ચાહતની વારતા નામશેષ થતાં પહેલાં
તારા અક્ષરને ચૂમવા મથુ
આવી ક્ષણે દેહ વિલય થઇ જાય
ચાહતની વારતાઓમાં
ગુલાબની પાંદડી મુકી
મારા અનુજો તારા
ગોત્ર સુધી પહોંચશે તો?
-વિનુ બામણીયા
No comments:
Post a Comment