Tuesday, 2 May 2017

ગઝલ

શૌર્યથી સિંચાયેલી મારી આ જાત છે
મારી  રગ-રગમાં પાંગરી ગુજરાત છે

ખમીરથી ખીચોખીચ વ્યક્તિત્વ મારું
રક્તના કણ કણમાં ભરી ગુજરાત છે

ધૈર્યથી  તરબતર  છે  ધબકાર  મારા
હર  શ્વાસમાં  કંડારી  ગુજરાત  છે

અજબનો આત્મવિશ્વાસ છે આંખોમાં
શબ્દે  શબ્દે  શણગારી ગુજરાત છે

નામ જેનુ ગુંજતુ રહેશે ચિરકાળ
"રોશન"પ્રથમ ને આખરી ગુજરાત છે

કિરણ જોગીદાસ"રોશન"

No comments:

Post a Comment