Tuesday, 2 May 2017

ગઝલ

ગુજરાત !

શ્વાસમાં સંચરે,શબ્દમાં અવતરે ગુજરાત !
નરસિંહ,મીરાંના પદોમાં,વિસ્તરે ગુજરાત !

ગરવા ગીરમાં  ડણક સંભળાય,સાવજની,
ચારણ  કન્યાની  હડીમાં, પ્રસરે  ગુજરાત !  

દાદા મેકરણનું 'જીનામ', રણને  હોંકારો દે,
લાલિયા મોતિયાની આંખમાં,સરે ગુજરાત !

રૂપ એનું અલખ,વરતાય જેસલ-તોરલમાં,
સાધુઓનાં  ધવલ  વસ્ત્રોમાં  ફરે  ગુજરાત !

રણકાંધીએ દત્તાત્રેય ,હાજીપીરનાં બેસણા,
સાધુ હોય કે મૌલા,પગે પડી તરે ગુજરાત !
                          ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'

No comments:

Post a Comment