Tuesday, 27 June 2017

ગઝલ

હાંફતો પ્રવાસ રાખ્યો તે
સાવ અધ્ધર શ્વાસ રાખ્યો તે

થઇ હરણ દોડ્યા કરુ રણમા
ઝાંઝવાનો ભાસ રાખ્યો તે

તું જ તો છે હ્રદયની ધડકન
રક્તમા આવાસ રાખ્યો તે

આમ તો છુ સાવ નાહક પણ
તોય કાયમ ખાસ રાખ્યો તે

એક એની ચાકરી "રોશન"
ઝંખનાનો દાસ રાખ્યો તે

કિરણ જોગીદાસ"રોશન"

No comments:

Post a Comment