રિમઝિમ આવે વષાૅ રિમઝિમ આવે વષાૅ
ઝરમર આવે વષાૅ ઝરમર આવે વષાૅ
વિજળીને વાદળ સાથે છાંટા સાથે આવે
બુંદ બુંદ વરસી ને બધું જ મહેકાવે
ઝાડપાન બાળકોમાં હષૅની હેલી પ્રસરાવે
પશુપંખી માનવમાં પણ ખુશીઓ લાવે
ઝરમર વરસી નદી વાવ તળાવને મળે
ખુશી ખુશી બધાને ધોધમાર છલકાવે
વષાૅરાની વરસી ને આનંદ આપે
ધરતીને તો એ લીલું લહેરિયું પહેરાવે
રિમઝિમ આવે વષાૅ રિમઝિમ આવે વષાૅ
ઝરમર આવે વષાૅ ઝરમર આવે વષાૅ.
બીના શાહ.૨૪-૬-૨૦૧૫
No comments:
Post a Comment