ચાંદ પણ આજે કહે છે છોડ ને જીદ તું
આ અષાઢી બીજ હું ને હું જ તો ઈદ છુ
છે બધા સંતાન મારા હું જ તો વાલિદ છુ
બુંદ પણ હું, હું જ સાગર હું જ તો વાહિદ છુ
બંદગી અલ્હા તણી કે આરતી મંદિરે
એક સરખી છે અરજ સમજે અલગ સીદ તુ?
મસ્ઝિદે મળુ કે ફરુ રથમા થઈ આરુઢ
એક સરખો છુ બધે સરખો છે જાહિદ તુ
જંબુનો પ્રસાદ કે ઈખ્તાર કર તુ ભલે
કર દુઆ કે ભક્તિ તારી હું જ ઉમ્મીદ છુ
કિરણ જોગીદાસ
No comments:
Post a Comment