*નઝમ*
સ્વપ્નમાં મારા સખીરી આપ છો,
જીવથી વ્હાલાં સખીરી આપ છો,
આ નયન કરતાં કટારી વાર છે,
નીંદ ગુમ કરતાં સખીરી આપ છો,
હોઠની ઉપમા કશે જડશે નહીં,
ફૂલથી નાજુક સખીરી આપ છો,
આભથી ઉતરી હશે કોઈ પરી,
એ પરીનું રૂપ સખીરી આપ છો,
ખળખળે ઉછળે નદી એવી અદા,
ભોળપણ એવું સખીરી આપ છો,
બાગ પણ નાચે અગર પાસે તમે,
ઋતુ વાસંતી સખીરી આપ છો,
હાથને જો સ્પર્શ થાયે હાથનો,
સ્પર્શ સંજીવની સખીરી આપ છો,
છો 'અકલ્પિત'ની તમે બીજી તરફ,
હું હ્ર્દય; ધડકન સખીરી આપ છો.
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*
Tuesday, 27 June 2017
છાંદસ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment