Tuesday, 27 June 2017

ગઝલ

શબ્દમાં તું ઢાળવાનું બંધ કર,
આ પ્રભુને પંપાળવાનું બંધ કર.

પ્યાસુ છે મન અઢી અક્ષર થકી,
સ્મિત આપી ટાળવાનું બંધ કર.

સાત રંગોનું શમણું છે આંખમાં,
પાંપણે તું ગાળવાનુ બંધ કર.

ચાંદ ને એકીટશે તાકી રહી,
હૈયું મારું બાળવાનું બંધ કર.

સાવ ભીનો છું હું પણ ભીતર લગી,
અશ્રુ આંખે ખાળવાનું બંધ કર.

પેટ ભુખ્યાને જમાડો તો ય ઘણું,
વ્રત, રોજા પાળવાનુ બંધ કર.

શૈલેષ પંડ્યા

No comments:

Post a Comment