દરદ ઔષધિ સાથે વાટીને જોયું,
શરૂ થઈ તરત ઝણઝણાટી, ને જોયું.
ઊભાં અશ્વ ભીતર હણેણાટ કરતાં,
હતી ચોતરફ હલદીઘાટી ને જોયું.
ન મારે કશો ઘાટ ધટમાં ઘડાયો,
મેં આકાર અંદર અઘાટીને જોયું.
ન તળિયે જવાયું ન ઉપર અવાયું,
ને અધવચ કૂવે બોખ ફાટી,ને જોયું.
મેં જોયું ભીતર એક અચરજ અનોખું
મચી ત્યારથી સનસનાટી, ને જોયું
ભરત ભટ્ટ
No comments:
Post a Comment