શૌર્યથી સિંચાઈ મારી જાત છે
મુજ રગેરગ પાંગરી ગુજરાત છે
છે ખમીરી ભર્યુ આ અસ્તિત્વ મુજ
રક્તમા કણ કણ ભરી ગુજરાત છે
ધૈર્યથી કૈ તરબતર ધબકાર છે
શ્વાસમા જો સંઘરી ગુજરાત છે
આત્મગૌરવ છે અજબનુ આંખમાં
શબ્દ થઈને વિસ્તરી ગુજરાત છે
નામ રે'શે ગુંજતુ ચિરકાળ લગ
એ પ્રથમ ને આખરી ગુજરાત છે
કિરણ જોગીદાસ
No comments:
Post a Comment