ઝમઝમ ઝરતી વહેતી રાત
અંધારી અમાસની રાત
કાજળ કટોરો ઢોળતી રાત
આંધળી અફળાતી રાત
કાળી કીકી માં રેલાતી રાત
કાળજું કંપાવતી રાત
આગિયા આંખે ડરાવતી રાત
મધરાત માઝમ રાત
સનનન તીર ભોંકતી રાત
હાડ થીજાવતી રાત
તમરાં ચીબરી ચીખતી રાત
તારક પ્યાલે પીધી રાત.....
માના વ્યાસ
No comments:
Post a Comment