Wednesday, 8 February 2017

અછાંદસ

બાળપણ મારૂં ગોતી દો,
અલ્લડ શેરીઓમાં
સૌ સંગેની ચીસો ગોતી દો.
સખી સંગાથે ધકામુક્કી કરતાં
નિશાળે જાવું છે,
દાખલો કરાવી દો.
પાટી પેન સાથે રમતાં રમતાં,
ચકીને પાણી પીવા બોલાવી દો.
ભાઇના હાથે એકડો ઘૂંટી;
ટીચર પાસે વેરીગુડ 
સંભળાવી દો.
યુનિફોર્મ પહેરી બુટ સાથે
આઇકાર્ડ મને ભેરવી દો
લંચબોકસમાં ભાવતા
વેફર બિસ્કિટ આપી દો.
ઓહહહહ!
સપના માંથી હું જાગી!
અરેરેરે..
રિક્ષાના હોર્ન ગાજતાં,
સ્વરનાદ થયો:
મમ્મી,જલ્દી ટીફીન
ભરી દો.
અશ્રુ સાથે, સ્મિત લાવી
બાય કેતા કેતા,
સાડી પાલવએ યાદો સંતાળી દો.
ફરી શમણાંમાં આજ,
બાળપણ મારું ગોતી દો..

Pritit bhatt.."prit"

No comments:

Post a Comment