Wednesday, 8 February 2017

ગઝલ


વસેલું કોઈ દિલનાં આંગણે છે,
મિલનની આશમાં તે બારણે છે.

પ્રસવ જેવું હ્રદયમાં થાય જ્યારે ,
નયન આ આંસુડાં ત્યારે જણે છે.

હતો હું જેમનાં માટે પરાયો,
હવે તો એજ પોતાનો ગણે છે.

રહે છે ડર સદા જૂદા થવાનો,
તમારો પ્રેમ કાચાં તાંતણે છે.

મળે છે ઝાંઝવાં સંબંધમાં પણ,
ફકત એવું નથી કે એ રણે છે.

              રત્નેશ અલગોતર "નિરાશ"

No comments:

Post a Comment