અભિમાન ઓગળી ગયું તારા વિચારમાં ,
અનહદ આવી છે યાદ તારી સવારમાં ,
તુજ મહિં ખોવાયાનો અનંત છે અહેસાસ ,
જયાં નજર કરૂં તું જ છે મારી નજરમાં ,
ખબર નહીં શું દેખાય છે લોકોને મારામાં ,
છે કંઇક અદૃભૂત મજાનું પ્રેમ પાગલપણામાં ,
ગગનમાં ટમટમતાં તારલાસંગ ચંદ્રની ચાંદનીમાં ,
ના પૂછ કારણ કોઇ ને શોધ ખૂશી તું દિલના કારણમાં ,
તારામાં રહીને પણ મારામાં હું જીવી ગયો ,
ને કબૂલ્યો સજા વિનાનો ગુન્હો મેં પૂરાવામાં .
જીતેન બુધ્ધભટ્ટી
Wednesday, 8 February 2017
ગઝલ
Labels:
જીતેન બુદ્ધભટ્ટી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment