ધૂળને શર્ટ પરથી ખંખેરતા
યાદ આવ્યું ધૂળથી મહેકતું બચપણ.
આજ સંબંધો જોઈ ખોરંભાતાં
અદકેરું લાગ્યું કિટ્ટા બિલ્લા કરતુ બચપણ.
પામવાને જોઈ એકબીજાના ટાંગા ખેંચાતા
નિર્દોષ લાગ્યું હું તું તું કરતુ બચપણ.
કરું કે ના કરું વચ્ચે નિશ દિન અટવાતા નિર્ણાયક લાગ્યું યા હોમ કરીને કૂદતું બચપણ.
ચહેરા પર ચહેરા લગાવી ઓળખ ગુમાવતા
ધૂળિયા ચહેરે વિના મોહેરે સાચુકલું લાગ્યું બચપણ.
જરાક પણ સાચું જીવવા મથતા
"નીલ" હૈયાના એકાદ ખૂણે જીવતું રાખવું બચપણ.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
Wednesday, 8 February 2017
અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment