Tuesday, 27 June 2017

૨ અછાંદસ

નસકોરાં
કાળી કાજળઘેરી રાત
   સુમસામ સડક
મધ્યાન રાત્રિનો સમય
    નીરવ શાંતિ
એકલાઅટૂલા
    રખડતા કુતરા
એના ભૌ  ભૌ ભસવા થકી
અરસપરસ અપાતા કોલ
શ્વાનની દેખાતી લીલી આંખો

આંખો માં બિહામણી  રાત એ માંય ઘરરરર  ઘરરરર
કાનમાં અથડાતો
રોજ રોજ એમના નસ્કોરાનો અવાજ                ક્યારેક સ્ટેશન પરથી
           ઉપડે
ક્યારેક રોકાઈને ફરી
          શરુ થાય
ક્યારેક મોંમાંથી
           ફૂટતા ફુગ્ગા
રાત્રીના આ નસકોરા ની
સાંગીતિક સમયની
     ચાદરમાં આળોટી
બસ , રોજ દોડ્યા જ કરું છું
               -કિન્નરી દવે

સ્વપ્નું
સ્વપ્નમાં જઈ એવો
        ખસેડ્યો સમંદર
પરપોટા લઈને દરિયા
        ડૂબ્યા દસબાર
ઘરવખરી ને સાથે
       ખાસ્સું ખસ્યું ઘર
ફળીએ ડાબે ને જમણે
   અડીખમ ઉભી'તિ બપોર
સૂતી સંધ્યાં રાખતીતી
  એના પર ચાંપતી નજર
સઘળું આમતેમ હાલે
    હાલકડોલક અંદર
ઘરની અંદર ફરીવળી
   સવારસાંજ પૂછ્યા વગર એમાં એને જરીય પાછી
           લાગી ન નજર
સ્વ્પ્નુ ફરે જ્યાં પાછું
     ફરે સ્ટીમરનું  ગવંડર
દિલદરિયે પાછા પટકી
    પહોંચ્હ્વા જઈ નજીક બંદર
                     -કિન્નરી દવે

No comments:

Post a Comment