Wednesday, 28 June 2017

ગઝલ

ખાલી ખાલી અવસર આવ્યા,
રજળીને પાછા ઘર આવ્યા.
👆🏻 શેર પરથી તરહી રચના.

આંગણ રૂડા અવસર આવ્યા,
કુમકુમ પગલે ઝાંઝર આવ્યા.

મેઘો ગોરંભાતો જાણે,
લઇને સાત સમંદર આવ્યા.

દિલનાં દ્વારે ઠક ઠક કરતાં,
ક્યાં કોઇ પણ અંદર આવ્યાં.

મુઠ્ઠી બંધ કરીને ભાગ્યા,
સપના પણ ના ભીતર આવ્યા.

ક્યાં કાંઠેથી તરસ્યા જાવું,
દોડી ઝરણા પાદર આવ્યા.

મેલી ઘેલી મનની વાતો,
સાંભળવા ના ભીતર આવ્યાં.

ખાલી ખાલી વાતો કરતા,
મૃગજળ કેરા જંતર આવ્યા.

આંખોની ભાષા વાંચીને,
સપના મારી ખાતર આવ્યા.

પાદર,શેરી,આંગણ,ઉંબર
છોડી 'અયના'  ભીતર આવ્યા.
27/6/17

ડૉ. અયના ત્રિવેદી
અયુ

No comments:

Post a Comment