આંખોને પણ તમ્મર આવ્યા
સપનામાંયે ખંજર આવ્યા ?
પહેલા બે ત્રણ પંખી આવ્યા
પાછળ દસ વીસ પીંજર આવ્યા
માંડ વટાવ્યા'તા ડુંગર મેં
ત્યાં તો સામે ઉંબર આવ્યા
સેજ હતી ફૂલોની તો પણ
શમણે કેવળ પથ્થર આવ્યા
પડઘાની હાલત જોઈને
ખીણોને પણ ચક્કર આવ્યા
-હર્ષદ સોલંકી
આંખોને પણ તમ્મર આવ્યા
સપનામાંયે ખંજર આવ્યા ?
પહેલા બે ત્રણ પંખી આવ્યા
પાછળ દસ વીસ પીંજર આવ્યા
માંડ વટાવ્યા'તા ડુંગર મેં
ત્યાં તો સામે ઉંબર આવ્યા
સેજ હતી ફૂલોની તો પણ
શમણે કેવળ પથ્થર આવ્યા
પડઘાની હાલત જોઈને
ખીણોને પણ ચક્કર આવ્યા
સાવ સૂનું ઘર, પાછું જર્જર
એવા ઘરમાં અવસર આવ્યા
-હર્ષદ સોલંકી
No comments:
Post a Comment