પિતાજી હું તમારી નાની સી ઢીંગલી
પિતાજી હું તમારી નાની સી દીકરી
જેવી જનક ની જાનકી એવી
હું તમારી લાડકી દીકરી
બચપનમાં રમાડીને ગોદમાં જમાડી
પેનપેન્સિલ પકડાવીને ખૂબ ભણાવી
પાનેતર ઓઢાઢીને વખતે વળાવી
કઠણ કાળજે તમે મને વળાવી
શુભકાર્ય કરી તમે સોભાગ્ય આપ્યું
આજે તમે મને સંસાર સુખ આપ્યું
પિતાજી હું તમારી નાની સી ઢીંગલી
પિતાજી હું તમારી નાની સી દીકરી.....
બીના શાહ.૨૨-૬-૨૦૧૫
Happy Father's Day.
No comments:
Post a Comment