Saturday, 17 June 2017

ગઝલ

મૌન વ્હેતું સ્નેહનું ઝરણું પિતાનો પ્રેમ છે.
વ્હાલ હર હંમેશ ઊગમણું પિતાનો પ્રેમ છે.

બાગ આપી જે રહ્યાં રણમાં સતત ચર્ચા બની,
મૌસમોને સ્હેતુ એ તરણું પિતાનો પ્રેમ છે.

નિજ ઉદરમાં લઇ ફર્યા બે સ્વાદ રસહિન જિંદગી,
કસ્તુરીને વ્હેચતું હરણું પિતાનો પ્રેમ છે.

આંખ આડા કાન દઈને જાતને પથ્થર કરી
ક્રોધ ખુદમાં ગાળતું ગરણું પિતાનો પ્રેમ છે.

બંધને તોડયા વિના ઘરની ખુશીમાં જીવતા,
કર ચડ્યું છે આ શિરે બમણું પિતાનો પ્રેમ છે.

- શીતલ ગઢવી"શગ"(ફાધર્સ ડે પર દરેક પિતાને અર્પણ)

No comments:

Post a Comment