ના કોઈ કિનારે છું ના મઝધારે છું.
હું તાજી જન્મી ઊર્જાના પતવારે છું.
મંદિર, મસ્જિદ ,ગિરિજાઘરની ચોખટ મુકી,
માણસની ભીતર આતમના સથવારે છું.
પંખીના માળે ફૂટ્યા છે કોઈ શ્વાસો,
લીલાછમ પર્ણોમાં મળતાં સત્કારે છું.
કવિતા, વાર્તાઓની વાતો લાગે જૂની,
આ હાથે ઝાલી કલમોના વ્યવહારે છું.
ને ઊંચી નીચી ઈચ્છાઓની ધરતી પર,
કુદરત અર્પિત પડકારોના ઉપહારે છું.
સાંજ થતા આંખે આંજી બેસું અંધારું,
ઝળહળવા મથતી કો' શગના ઉદગારે છું.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment