Sunday, 19 November 2017

અછાંદસ

ભીનાં વાળ સુકવવાં છત પર આવે
ને જ્યાં ઘટાદાર કાળા વાળને
તું ખુલ્લાં કરે...
ત્યાં એની ઘટામાં ઢંકાયેલું
તારું ગોરૂ મુખડું
ને
તારા કાનમાં પહેરેલાં ઝુમખામાં
જડેલાં એક એક રત્નની ચમક...
આહ...!
કાળા વાદળમાં
તારાઓની ચમક વચ્ચે
ઉગેલો
પૂનમનો ચાંદ લાગે છે.

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

No comments:

Post a Comment