Sunday, 19 November 2017

અછાંદસ

*ઘમંડ*

તારા વિશે કેમ લખું..
છતાં તને આલેખવા કાગળ કલમ લીધા..
શ્રી સવા લખી મંગલ શરુઆત કરી.
નામ તારા એક હજારને આઠ લખ્યાં..
મનમાં ઘમંડ મારા શબ્દજ્ઞાનનો..
શબ્દ ભંડોળ વિશાળ..
હું આલેખું શ્રી હરિને...
શબ્દકોષ મારી મદદે..
પણ ...
કલમ અટકી..
મગજમાં સૂનકાર..
શબ્દો ખોવાયા..
આંખે અશ્રુની ધાર..
હ્રદયમાં શ્રી હરિનું રટણ..
શ્રદ્ધા થી મસ્તક નમાવ્યું..
હાથ જોડયા..
સામે હરિની છબી મલકાય.
મારા ગ્રંથની થઈ પૂર્ણતા..
ઘમંડ બન્યું શ્રદ્ધાનું પ્રતિક..

"કાજલ"
કિરણ પિયુષ શાહ
૦૯/૧૧/૧૭

No comments:

Post a Comment