યાદ રાખવાનો અર્થ નથી,
ભૂલી જવાનું વ્યર્થ નથી.
આપણો સંબંધ કોરો હવે,
વહેવારનો કોઇ તર્ક નથી.
પીંજરાનું પંખી ઊડી ગયું,
પકડી રાખ્યાનો દર્પ નથી.
નભ સંગે લઇ સુરજ ડૂબ્યો,
પ્રકાશ માટે કાંઇ જર્દ નથી.
વચનો, સ્મિત,આસું જુઠ્ઠાં,
રેશમી તળાઇનો અર્ક નથી.
પલ્લુ.....
No comments:
Post a Comment