*ગઝલ*
કાબર ચિતરી જાત કબીરા.
ક્યાંથી પડશે ભાત કબીરા.
ટૂંકી માંડો વાત કબીરા,
થઈ જાશે પરભાત કબીરા.
આંગળ આંખો ખોઇ બેઠી,
ને અંધારી રાત કબીરા.
મારે મારાથી લડવુંને,
વચ્ચે કોઠા સાત કબીરા.
સાવધ રે'જો ડગલે-પગલે,
ટાંપી બેઠી નાત કબીરા.
*શિવાજી રાજપૂત 'શિવમ વાવેચી '*
No comments:
Post a Comment