ગાલગા4*
શબ્દની ભીડ જાણે જડી જાય છે.
સ્પર્શની રીત ભારે પડી જાય છે.
ગર્વ છે વ્હાલ મમતા ભરી આંચળે,
તૃપ્ત ખામોશ આંખો રડી જાય છે.
અહિ હ્દયમાં હવે ઊઘડે બારણાં,
યાદ બેહાલ થઇને સડી જાય છે.
પ્રાર્થના ઈસને હર કદમ હું કરું,
તોય જો લાગણીઓ નડી જાય છે.
સ્પર્શ દિલમાં કરી દૂર આતમ સુધી,
એ પહોંચી જનાબ રખડી જાય છે.
આરતી રુહાના
No comments:
Post a Comment