Tuesday, 27 June 2017

ગઝલ

વાયરો વાતો

કિસ્મત   દીધી   લાતો  ખાતો
ખાતો, હું   ગઝલોને    ગાતો!

રોજ પડી છે  સવાર સાંજ ને
રોજની  થઈ  અંધારી   રાતો!

કુંભ  મહીં  વિષ  છે  કે અમૃત
કોને  ખબર? સહુને  હું પાતો!

મોક્ષ મળ્યો કોણે જાણ્યો છે?
રહેવાદો    સૂફીયાણી  વાતો!

જમણી આંખ ફરકવામાં છે!
નૈઋત્યેથી    વાયરો    વાતો!

ચાર  જણાએ  કાંધે   લીધો!
ના જોયો કોઈ ધરમ ન નાતો!

લખચોરાશી   વેશ  ભજવવા
હરિયો  આવી  પાછો  જાતો!

- હરિહર શુક્લ
  ૨૬-૦૬-૨૦૧૭

No comments:

Post a Comment