Tuesday, 27 June 2017

૨, ગઝલ

સરનામું
-----------------

બિંદુનુ ઝાકળ સરનામું.
આંખોની પાછળ સરનામું.

રેશમને જો મળવું હો તો ,
ઝૂલ્ફોના એ વળ સરનામું.
 
ગોતો ના દુનિયામાં મુજને,
એનુ હૈયું તળ સરનામું.

પ્રેમીને મન ભગવન્ નું એ,
મીઠી મીઠી પળ સરનામું.

તારી આંખો પાણી પાણી,
ભીંજાવાનું જળ સરનામું.
             
                -દેવેન્દ્ર ધમલ.

જો આ જગત છે એવું.
---------------------
માંગો છતાં ન આપે ,જો આ જગત છે એવું.
બળતાંમાં આગ ચાપે ,જો આ જગત છે એવું.

કંઇ કામ ના કરે પણ , બોલે છતાંય એમ જ,
થ્યું કામ મુજ પ્રતાપે ,જો આ જગત છે એવું.

સાચી કદર કરે ના ,સાથે જ હોય જ્યારે ,
કાયમ જીવે ઝુરાપે ,જો આ જગત છે એવું.

કંઇ ના પડે ગતાગમ , તો યે ભલા બધાને ,
પોતાની રીતે માપે ,જો આ જગત છે એવું.

સુખ પ્રાપ્તિને નહીં પણ, દુ:ખ દૂર કરવા ખાતર,
ઇશ્વરનું નામ જાપે ,જો આ જગત છે એવું.

કંઇ કેટલી પીડામાં એમ જ નથી સબડતાં ,
કારણ વિના ઉથાપે ,જો આ જગત છે એવું.

આ પ્રેમથી જીવન છે ,એ લાગણી જ ક્યાં છે ,
જીવે ' ધમલ' બળાપે ,જો આ જગત છે એવું.

             --  દેવેન્દ્ર ધમલ

No comments:

Post a Comment