Tuesday, 27 June 2017

ગઝલ

મારું જીવન તો ધૂળ છે,
લાગતું  તુજને  ફૂલ છે.

જીવું છું હું જે જિંદગી,
એક બળતી એ ચૂલ છે.

ઝાડ જેવું જે દેખતો,
માત્ર એ એનું મૂળ છે.

કર્મના પર્વત દેખને,
પૂછતો શાં; શું  કૂળ છે?

રાખ જેવું આ શું ઉડે?
જિંદગીની કો ભૂલ છે?

-સંદીપ ભાટીયા"કવિ"

No comments:

Post a Comment