Sunday, 18 June 2017

ગીત

*જગતમાં સૌથી ન્યારા છે*
            *મારા પાપા સૌથી પ્યારા છે.*
                               *મારા પપ્પા..*.

*એકલતા મા એ અનેરા છે*
            *હરહંમેશ સાથ દેનારા છે*
                              *મારા પપ્પા.....*

*આંગણ તુલસી ક્યારા છે*
            *સાદુ જીવન જીવનારા છે*
                              *મારા પપ્પા....*

*દુખ મા સાથે ચાલનારા છે*
           *ખુશીઓ બધે વેચનારા છે*
                             *મારા* *પપ્પા.....*

*નથી શંકર પણ એ તારણહારા છે*
              *એ ખુદ ઝેર પીનારા છે*
                               *મારા પપ્પા.....*

*સોલંકી પિયુષ (સો.પિ)*

No comments:

Post a Comment