બાપ ! : શૌર્ય.
આપણને આપી છાંયડો ,
પોતે સહ્યા કરે તાપ ,
એ એક જ હોય ,બાપ!
આજીવન ખર્ચાયા કરે ,
નિ:સ્વાર્થ પણે અમાપ ,
એ એક જ હોય ,બાપ!
પ્રેમ દરેકને કરે સમાન ,
ઓછો વધુ ન હોય માપ ,
એ એક જ હોય ,બાપ!
વિકટ સમયે ઉગારે ,
ક્યારેય ના ખાય થાપ ,
એ એક જ હોય ,બાપ!
જવાબદારી એજ જિવન ,
એમાં નહિવત હોય કાપ ,
એ એક જ હોય ,બાપ!
આંગળી પકડી તેમણે ,
ત્યાગી ના કરશો પાપ ,
કેમકે ફરી નહી મળે, બાપ!
શૌર્ય પરમાર.
No comments:
Post a Comment