Tuesday, 27 June 2017

ગઝલ

કદી રણ વચાળે ઝરણ આવશે,
ધરો કણ અને પાછું મણ આવશે

ગુમાવો ભલે ;ના પરત પામશો ,
પછી ખાલી મારા સ્મરણ આવશે.

નયન સામું આવે નિહાળું તને
ખુદા જાણે ક્યારે એ ક્ષણ આવશે.

નમન હું કરું ને મળે આશિષો
ખુદા ઝંખુ એવું ; શરણ આવશે.

થશે હા મરણ બાળપણનું ભલા
પછી આ યુવાનીની ક્ષણ આવશે

બધા કંસ જાશે મરી એક દિ '
ફરી શ્યામનું જો ચલણ આવશે ..

બધા છે તમારા, ન ઈર્ષ્યા મને
ભલે એક જણ મારું પણ આવશે

-શબનમ

No comments:

Post a Comment