તું *સમણું*બનીને રહે છે,
ને નીશા બનીને ગમે છે.
તુ ઝરણું બની અમ નયનનું,
નયનભ્રમ થઇ ને વસે છે.
હુ ઘનશ્યામ રાધાનો છું,પણ
તે મીરાં બનીને મળે છે.
તું આગળ હું પાછળ ભટકતો,
સમય આમ વેરણ ફરે છે.
હૃદયથી નથી વેગળો તો,
કલેજે ઝખ્મો કાં સહે છે,
'કસક' યાતના હોય *સ્વપ્ને*
મિચેલા નયન શા મરે છે?
-સંદિપ પટેલ"કસક"
No comments:
Post a Comment