Tuesday, 27 June 2017

અછાંદસ

ના કદી વાસયાં અમે હૈયાના કમાડ,
એમાં સ્થિર અમ જીવન,
બની એ ખૂણે જગા?
અતીત ના બને જરજરીર્ત!
યાદોને ના લાગે બાવા...
પણ આ તારું વળગણ?

આજ પણ એ કમાડ ને ઉંબરે
તું આવીશ, એ રાહમાં,
આંખને ખૂણે નમી, એ ઝળઝળિયાં
પોપચાને લાગતો ભાર
કે તું જાણે સામે..
ધુંધળુ દેખાતું એ રસ્તાં બન્યાં ચોખ્ખાં

ચાંદની શીતળતા રાખી,
સૂરજ ની અગનને મેં સાચવી
વીતી મારી પાનખર,  અને વસંત આપે હેલો..
એ બારસાખે તોય ઉભી આજે પણ,
સપના તારા સીંચુ
યોજનાનો માણસ હું..!
રચયું સઘળુ..
અંતે, જુલતા તોરણ ની જેમ રહયા,
ના કદી વાંસયુ કમાડ અમે..!!!
પલ્લું...

No comments:

Post a Comment