ગીત -પ્રકાશ પરમાર
ચાંપ પાડો ને તરત અજવાસ થાય એવી રીતે થોડું કંઈ બધું લખાય ?
ટેવવશ 'તેઓથી' જ તાળીઓ પડાય એવી રીતે થોડું કંઈ બધું જ થાય ?
જાતને બાળો તો મોં સુઝણા જેવું કળે
એવું છે થોડું તરતમાં ઝંખના બધ્ધી ફળે
બારબાર વર્ષ એક્પગને સાવ બસ અળગો કરો ત્યારે અવિચળ થવાય.
ચાંપ પાડો ને તરત અજવાસ થાય એવી રીતે થોડું કંઈ બધું લખાય ?
ટેવવશ 'તેઓથી' જ તાળીઓ પડાય એવી રીતે થોડું કંઈ બધું જ થાય ?
ક્રોંચવધની ક્ષણો મનમાં તીર થઇ ખૂંપે
પાસ જગની વેદનાનો તમને જો ટુંપે
ભીતરે દીવો બળે ને લોહીની શાહી કલમને સાંપડે ત્યારે જ કંઈ રચાય
ચાંપ પાડો ને તરત અજવાસ થાય એવી રીતે થોડું કંઈ બધું લખાય ?
ટેવવશ 'તેઓથી' જ તાળીઓ પડાય એવી રીતે થોડું કંઈ બધું જ થાય ?
No comments:
Post a Comment