સરનામું
આગળ ને પાછળ સરનામું,
છે તારો કાગળ સરનામું.
સાવ અચાનક આવે છે કૈં,
હોઠ પર પળપળ સરનામું.
વાતાસે આ વહી જતા રે,
કાજળ શા વાદળ સરનામું.
શ્વેત રંગનાં મોતી જેવું,
સવારનું ઝાકળ સરનામું.
સૌરભવંતા શ્વાસ વિશેનું,
છે આ સ્થળ ને જળ સરનામું.
મને આ પત્ર લખવા માટે,
કાફી છે કેવળ સરનામું.
ડૉ. ભાવેશ જેતપરિયા
☀☀☀☀☀☀☀☀☀☀☀
No comments:
Post a Comment