Tuesday, 27 June 2017

ગઝલ

*आगळने पाछळ सरनामुं,*
*छे तारो कागळ सरनामुं.*

તૃષાનું વાદળ સરનામું.
આસુંનું ખળખળ સરનામું.

તારું ને મારું એ મિલન,
આભાસી ઝળઝળ સરનામું .

સરિતાનું સાગર ને મળવું
સૂરજનું અંજળ સરનામું ?

વાલમ માંગે હૈયું ત્યારે,
આંખોનું કાજળ સરનામું.

કાજલ ચાહે સાથી પ્યારો,
બાંધી દે, સાંકળ સરનામું?

કાજલ
કિરણ પિયુષ શાહ
20/06/17

No comments:

Post a Comment