Tuesday, 27 June 2017

ગઝલ

ઝરણાં ને ખળખળ સરનામું,
તરુવરને લે ફળ સરનામું,

ઠગ-લુચ્ચાને છળ સરનામું,
કામગરા ને પળ સરનામું.

લડવું ડગલે પગલે જેને,
દોસ્તો એને બળ સરનામું.

ઈર્ષા ની ધારો નૂકીલી,
એ જણનું બાવળ સરનામું

પાંપણમાં શમણાં પૂરાયાં,
સજનીનું કાજળ સરનામું

દોસ્તી ટકશે તારીમારી?
સંબંધે અંજળ સરનામું

કૂંપણ ફૂલો થ્યા છે ઘેલાં,
શોધે છે ઝાકળ સરનામું

વાયુ શોધે વારિને જો,
પેલું જો વાદળ સરનામું

પત્થર વચ્ચે કૂંપણ ફૂટી,
જડને લે કોમળ સરનામું
જિજ્ઞાસા

No comments:

Post a Comment