Tuesday, 27 June 2017

ગઝલ

સરનામું : તરહી

રણનું છે  મૃગજળ સરનામું!
ફૂલનું  છે   ઝાકળ  સરનામું!

કૌતુક   કેવું   કાગળમાં   છે!
આગળ  ને પાછળ સરનામું! #

સરનામું   ભૂલું   હું  ક્યાંથી?
છે   તારો  કાગળ   સરનામું! #

બે ડગલાં  આગળ દોડ્યું છે
નસીબની  આગળ સરનામું!

શરણાઈના    સૂરની    સાથે
વાગે જ્યાં ભૂંગળ, સરનામું!

કાગળ  પત્તર  જાશે  પાછા!
વાસેલી    સાંકળ   સરનામું!

આંબાને  શું   શોધે  હરિયા?
અહીંયા તો બાવળ સરનામું!

- હરિહર શુક્લ
  ૨૦-૦૬-૨૦૧૭

# તરહી મત્લાની પંક્તિઓ

No comments:

Post a Comment