કરી છે બધી વાત મનની બધીયે,
જણાવી હકીકત જીવનની બધીયે.
છતાં કેમ જાણે ભરોસો કરેના,
ખરાઈ કરેછે કથનની બધીયે.
ખીલી ફુલ ડાળે નજાકત પસારે,
મચલતી હવાઓ ચમનની બધીયે.
ઘટાની ફલક પર છલકતી ઇનાયત,
ધરાને મળી છે ગગન ની બધીયે.
નવા રંગ રુપે તમે જોઇ લેશો,
જમી છે ઉમંગો વદનની બધીયે.
તમે આજ માસૂમ ખુશીયો મનાવો,
ફળી છે ઉમીદો જશનની બધીયે.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment