.
*વાદ જાતિનો નથી જ્યાં હોય સઘળા બાળકો,*
વાદ જાતિનો છે ત્યાં, જ્યાં હોય સઘળા માણસો.
.
એકલો છે તોય એ ભારી પડે છે સૌ ઉપર,
એ છે તડકો રોજ જે ખૂબ જ પડે છે આકરો.
.
આમતો હિંસા મને ગમતી નહોતી તે છતાં,
દુશમનો આવીને લલકારે તો મારી નાખતો.
.
એય ઘરની હોય છે હાલત પુરી સ્મશાન સમ,
હોય ના મહેમાન નો જ્યાં આવરો કે જાવરો.
.
છો ભલેને આવતા સૌ દુશમનો સાથે મળી,
"મિત્ર" તો પણ એ બધાને એકલો હંફાવતો.
.
મિત્ર રાઠોડ
Wednesday, 28 June 2017
ગઝલ
Labels:
મિત્ર' રાઠોડ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment