Wednesday, 28 June 2017

ગઝલ

રચના :-

યાદોને પગ લઈ ઘર  આવ્યા ,
ખોવાયેલા  ઉંબર  આવ્યા.

જખ્મો   ઉપર   ફૂલ    ચડાવ્યા
મૃગજળ ત્યાં આંખો પર આવ્યા

અમથી વાતે  અમથા જ મળ્યા ,
સગપણ જાણે નક્કર આવ્યા .

ચાહતના પણ ક્યારા સિઁચ્યા ,
ભર-ચોમાસે તટપર આવ્યા .

દોસ્તીના  દરવાજા  ધડયા ,
લઈ તાળાં જીવનભર આવ્યા .

     નીતા ટુંડાયા "નવલ "

No comments:

Post a Comment