એ આંગણે પાછા ફરી ના શકો
મર્યા પછી પાછા મરી ના શકો
મદડા થયા ઉભા અગન બાગમાં
ને આગમાં આજે તરી ના શકો
જ્ઞાની થવા ખોલ્યા તમે વેદ પણ
પણ જ્ઞાનને તો કોતરી ના શકો
થઇ બાદબાકી જિંદગીમાં હવે
મરવા ગયા તો પણ મરી ના શકો
તું એટલો તો દૂર કાં છો "રહીશ"
પણ દિલથી જુદા કરી ના શકો
Deepak Solanki Rahish
રહીશ
No comments:
Post a Comment