અણસમજના બોજને વેંઢારવામાં જીવવું ભૂલી ગયા;
કેમ છો; એવું પૂછ્યું જ્યાં કોઈએ ધડકનો ચૂકી ગયા.
ગડમથલ પણ ઉંબરે આવી અને પૂછી રહી એવું સતત--
બારણું ખુલ્લું મૂકીને આમ કાં એકાન્તને ઘૂટી ગયા?
એક વાતે એક મત સૌ કેળવી ચોક્કસ હતા કવિતા વિશે;
કોઈપણ ગંભીર કવિતા વાંચતાં- ઉકેલતાં ખૂલી ગયા.
કોઈએ હળવેક હાથે પીઠ પરથી હાથને પસવાર્યો ત્યાં--
પળવિપળમાં હોવું સઘળું એમને ચરણે તરત મૂકી ગયા.
કોઈની ઈચ્છા પ્રમાણે ચાલવું- લખવું કદી ફાવ્યું નહીં,
માર્ગ પોતીકે જ ચાલી આંખ પોતીકી જ લો; લૂછી ગયા.
11:52 ----- ગુણવંત ઉપાધ્યાય
27062017
No comments:
Post a Comment